જોને લડ્યો એ વીરલો, વીર ધરતી પંજાબ નો
સિરે પાઘલડી શોભતી એ મરદ આ ભારત નો
જોને લડ્યો એ દેશ હિત માટે, એ વીરલો ભગત હતો
માં ભારતી નો જાયો એ, મારો ભગત સિંહ હતો
આજ ગર્વ હું અનુભવું એ જે દેશમાં શહીદ થયો
નઈ જાય આ બલિદાન ખાલી એ કોલ ભગત નો હતો
મરવું ઈ જંગ માં મરદ નું કામ છે, આજ હરેક જવાન ના દિલ માં ભગત નું માન છે
લખે પ્રદીપ આજ ભગત તારા બે બોલ એવા હૃદય થી
જ્યાં સુધી રેસે શ્વાસ આ ભગત ના ગીત ગાવાનો
– ✍️ – પ્રદીપ શાયર