આજ તો અંદર થી શેરો – શાયરી આવે છે
મોસમ જો એની યાદ અપાવે છે.
યાદ કરું છું એ જુના વિતાવેલ દિવસો
યાદો સમણાઓ બનીને આવે છે.
જખ્મો ત્યારના ભરાયેલા સુકાય ક્યાંથી?
પાનખર માં પણ વસંત જેવું લાગે છે.
પતજળ ને પૂછો તો ખબર શું એવું
જોરથી આવેલ હવાની વાત કરે છે.
અરે નશો આજ ઉતર્યો છે ઉરમાં
“પ્રદીપ” આજ તો શ્વાસો શ્વાસ ની ક્રિયા ચાલે છે.
– પ્રદીપ શાયર