ગઝલ
વાંચ્યા મેં મરીજ ને, ખલિલ ને, નાઝિર ને
રોયા છે દુઃખો એના ગઝલો ની ધારે રે.
વિંધાયેલા શબ્દો, બાણ થી છૂટ્યા છે ખરા
આમ, જીવનમાં ઘટનાઓ માં ઘણા રોયા રે.
વાત તો સેહલી છે કરવી, ગઝલ લખવી અઘરી
શબ્દો મળે નહિ જયારે આવે નઈ કલમ વારે રે.
તકલીફ પડે એકલતા માં પણ હોસલો આપી જાય
“પ્રદીપ” હકીકત લખવી હોય પણ સમજાય નઈ ટાણે રે.
– પ્રદીપ શાયર
