
હે મહિલા તારે આ સંસાર માં રહેવા કંઈક કરવું પડશે
જો સ્વાભિમાન જીવન જીવવું હોય તો સાવિત્રીબાઇ બનવું પડશે.
તારે તારા અસ્તિત્વ ને ટકાવી રાખવા કંઈક પહેલ કરવી પડશે
જો જ્ઞાન પ્રાપ્ત કરી કંઈક બનવું હોય તો સાવિત્રીબાઇ બનવું પડશે.
કેટકેટલા અત્યાચારો સહન કર્યા છે ભૂતકાળ માં તે ઓ સ્ત્રી
જો આજની પેઢીમાં સ્વમાન થી જીવવું હોય તો સાવિત્રીબાઈ બનવું પડશે.
ભૂલી ગઈ હોય તો યાદ કરજે ઓ સ્ત્રી આજ નો ઇતિહાસ
મહિલા ને મહિલા આગળ લાવવા સાવિત્રીબાઇ તો બનવું પડશે.
” પ્રદીપ ” કેટલાને તો ખબર પણ નથી આજ નો ઇતિહાસ
જો જીવવું હોય માન, સન્માન ને સ્વાભિમાન થી તો ઇતિહાસ યાદ રાખવો પડશે.
– પ્રદીપ શાયર