
યાદો માં ખોવાયેલા મનને પાછું વાળવું પડશે
હવે, આમ નિરાશા માં કેમ જીવવું પડશે
મને યાદ આવો છો તમે હરવખત
મારે તમારો ઊંડો અભ્યાસ કરવો પડશે.
રિલેશનશિપ બનાવી રાખવું ઘણું અઘરું છે
પરંતુ શીખી જશું તમારા જેવાનો જો સાથ છે
કેમ સરળ છો તમે? જોઈને જ પ્રેમ થઈ જાય
આવી મૈત્રી માં પણ મરવા તૈયાર છે.
જુદાઈ સહન નથી થતી કોઈ વાતે અમને
રિલેશનશિપ માં આવ્યા પછી વધારે યાદ આવે છે
ક્યારેય પણ રિસાતા નઈ અમારા થી તમે
તમને વ્યાકુળ જોઈ અમારા ધબકારા વધી જાય છે.
– પ્રદીપ શાયર