
જે ઢીલ દેતા ઘણા ઊંચા જાય છે
સપનાઓ પતંગ બની આસમાન ને અડે છે
ફરી પવન ફૂંકાતા એ ઊંચે સુધી ચગે છે.
હું રાહ જોઉં છું અગાસી પર તેમની
આ પતંગ ને પણ ક્યારે ઢીલ આપે
અને આ પતંગ નો દોર એટલો મજબૂત છે
કોઈના કાપ્યે કપાશે નઈ ને કોઈના તોડવા થી તુટસે નઈ.
લાગ્યા તો દિલ ના પેચ છે સામસામે
હવે નીચું ઉતરાય એમ નથી
શુ કરવું અમારે આ દોર ના એવા
ઘા વાગ્યાં કે સંક્રાંત પછી પણ રૂઝાય તેમ નથી.
– પ્રદીપ શાયર