વંચિત રહી જશો.

જો નહિ જાણો ઇતિહાસ પોતાનો
તો ઇતિહાસ ક્યારેય રચી નઈ શકો
જો નહિ શિક્ષિત થાસો તો
પોતાના હકોથી વંચિત રહી જશો.

જાગો હવે બહુજનો આ સમય
ફરી પાછો ક્યારેય નહિ આવે
જો નહિ થાઓ પગભેર તો
સદાય પાછળ રહી જશો.

કરો છો હજુ ગુલામી એ મનુવાદી
વિચારધારા એ પરંપરા ઓની
જો એમાંથી બહાર નહિ નીકળો
તો આ દલદલ માં ફસાઈ જશો.

ચેતજો – ચેતજો હજુ પણ
હાથમાં થોડો સમય છે ” પ્રદીપ “
વાગોળવી પડશે એક -એક ઘટનાને
નઇતર ફરી ભૂલી જશો.

– પ્રદીપ શાયર

Published by Pradip Shayar

i'm writer and author.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started