
હું ત્રાસી નજરે જોતો એ નિહાળતી મને
હું જોઈ એને મોઢું બીજી તરફ કરતો
એ છેવટ સુધી નિહાળતી મને
ખબર નહિ શુ ખાસ જોયું હશે મારાં માં
કે નજર હટી જ નહિ મારાં તરફ થી
લાગ્યું ફેસલો એના તરફેણ માં લાગે છે
સોબત એવી હતી કે અચમભો છે મને.
– પ્રદીપ શાયર

લપસી ગઈ જીભ અમારી એને જોઈ ને
કહેવાયું ખાલી એટલું કે ઘણા સુંદર લાગો છો
એમાં તો તમે અમારી પાછળ જ પડી ગયા.
ગઝલ
કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપો
સાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો.
કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થી
તમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો.
છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈ
બસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો.
નિંદા માં પણ એક શક્તિ છે, આંતરિક જોશ જગાડવાની
કરો નઈ કાંઈ તો ઉભા રહી, થોડો સમય આપો.
– પ્રદીપ શાયર

ગઝલ
કરેલ છે અનુભવો ઘણા, મને સલાહ ના આપો
સાથ આપો સહકાર આપો, મને ભાષણ ના આપો.
કરું છું જે કામ એ મને કરવા દો નિરાંત થી
તમે કામ ન કરો તો કાંઈ નઈ, મૌન રહી સાથ આપો.
છું હું આત્મનિર્ભર મને કશી જરૂર નથી કાંઈ
બસ, સાથે રહો નિંદા ન કરો ને સાથ આપો.
નિંદા માં પણ એક શક્તિ છે, આંતરિક જોશ જગાડવાની
કરો નઈ કાંઈ તો ઉભા રહી, થોડો સમય આપો.
– પ્રદીપ શાયર

ગઝલ
સબંધો ના ઘેરામાં ક્યારેક એવું ફસાવાય જવાય છે
તેમાંથી નીકળવું એ ઘણું મુશ્કેલ થાય છે.
શું કરવું? છે સબંધ તો નિભાવવા તો પડે
ક્યારેક કોઈ સબંધ નિભાવવામાં ભૂલચૂક પણ થાય છે.
હદ ન વટાવો સબંધ ખાતર તો સારુ રે
ખોટું દુઃખ ઉભું કરી, દુઃખી પણ થાય છે.
સહારો આપનો આ દુનિયા માં બીજું કોણ હાથ થામસે
રહો છો સાથ ” પ્રદીપ ” હરદમ તો હિંમત પણ રહે છે.
– પ્રદીપ શાયર

ખબર નથી સમય ની, કેવો ચાલે છે?
દિવસો બસ એની યાદ માં જાય છે.
– પ્રદીપ શાયર
જોને લડ્યો એ વીરલો, વીર ધરતી પંજાબ નો
સિરે પાઘલડી શોભતી એ મરદ આ ભારત નો
જોને લડ્યો એ દેશ હિત માટે, એ વીરલો ભગત હતો
માં ભારતી નો જાયો એ, મારો ભગત સિંહ હતો
આજ ગર્વ હું અનુભવું એ જે દેશમાં શહીદ થયો
નઈ જાય આ બલિદાન ખાલી એ કોલ ભગત નો હતો
મરવું ઈ જંગ માં મરદ નું કામ છે, આજ હરેક જવાન ના દિલ માં ભગત નું માન છે
લખે પ્રદીપ આજ ભગત તારા બે બોલ એવા હૃદય થી
જ્યાં સુધી રેસે શ્વાસ આ ભગત ના ગીત ગાવાનો
– ✍️ – પ્રદીપ શાયર