હું ગાલિબ જેટલો દુઃખી તો નથી
એટલે મારાં દુઃખ એટલા બહાર નીકળતા નથી
પરંતુ હું એટલો એના જેટલો સુખી પણ નથી
કે આમ, જીંદગી થી દોસ્તી કરી શકું.
વ્હાલું તો વતન બધાને હોય છે
આ વતનમાં રહી કોઈની યાદમાં પણ રહેવાતું નથી
નીકળી જાય છે જે મળે વ્યક્તિ તેની આગળ દુઃખ
હું પણ કાંઈ એટલો સુખી નથી.
ભલે ને જેની ચાહત છે એ મળશે તો નય જ
એની યાદમાં જે આંસુ વહી જાય એ પણ સાધારણ નથી
કરું બંદગી એ ખ઼ુદા આગળ ગર સાંભળે તો
હરદમ દુઆ કરીએ છીએ, કાંઈ સ્વાર્થી નથી.
મુકદર માં હશે તો ક્યાં જાશે “પ્રદીપ” સબર રાખ
પ્રગટેલ છે જ્યોત અંધકારમાં પણ એના તેજ થી
પોતે બળી ને બીજાને અજવાળા આપીએ એના જેવું છે.
– પ્રદીપ શાયર