ગુલાબી ઠંડી

“ગુલાબી ઠંડી”

આજ ફરી એ ઋત આવી છે,
મને યાદ ઘણી એની આવે છે
હું કરતો રહુ આ ગુલાબી ઠંડી માં ઇન્તઝાર
કે એવી ઘડી આવી છે.

એના હાથ ની મસાલા વાળી ચા,
સાથે હાથ માં હાથ પરોવી બેસવું
ને ચા ની ચુસ્કી લેતા લેતા યાદ કરવી એ જૂની પળો ને
કંઈક અલગ જ માહોલ ઉભો થાય છે.

બસ, કામ પરથી ઘરે જવાની જ રાહ જોવાતી હોય છે
એક એક પળ એની યાદ માં જતી હોય છે
ખરેખર તો આ ગુલાબી ઠંડી માં એના થી દૂર રહેવાતું જ નથી
પરંતુ જવાબદારીઓ તરત જ ખેંચી જાય છે.

થોડીવાર જો વધારે સમય વિતાવીએ એકબીજા સાથે
તો મારે તો હૈયે રુદન ઉપડી જાય છે
એનું કારણ બસ એક જ હોય છે એ પળ, ” એ પળ “
કે જે હું અંત સુધી નઈ ભૂલવી શકું.

– પ્રદીપ શાયર

Published by Pradip Shayar

i'm writer and author.

Leave a comment

Design a site like this with WordPress.com
Get started