મારાં દર્દો ને કેમ ભુલાવુ હું
એ ઘાવ હવે ઘડીક માં રૂઝાય થોડી.
ઊંડા ઉતર્યા છે પ્રેમમાં અમે ઘણા
આમ અડધો અડધ થી ભગાય થોડી.
શું કહું હું વાત વીતેલી રાતોની
આમ બધાની વચ્ચે કહેવાય થોડી.
હજુ પણ યાદ તો આવે છે એમની
આ અલગારી થી યાદમાં રડાય થોડી.
ઉપડે દુખાવો ડાબી બાજુએ દિલ પર
” પ્રદીપ ” એ દુઃખ ની જાહેરાત કરાય થોડી.
– પ્રદીપ શાયર
