વંચિત રહી જશો.

જો નહિ જાણો ઇતિહાસ પોતાનો
તો ઇતિહાસ ક્યારેય રચી નઈ શકો
જો નહિ શિક્ષિત થાસો તો
પોતાના હકોથી વંચિત રહી જશો.

જાગો હવે બહુજનો આ સમય
ફરી પાછો ક્યારેય નહિ આવે
જો નહિ થાઓ પગભેર તો
સદાય પાછળ રહી જશો.

કરો છો હજુ ગુલામી એ મનુવાદી
વિચારધારા એ પરંપરા ઓની
જો એમાંથી બહાર નહિ નીકળો
તો આ દલદલ માં ફસાઈ જશો.

ચેતજો – ચેતજો હજુ પણ
હાથમાં થોડો સમય છે ” પ્રદીપ “
વાગોળવી પડશે એક -એક ઘટનાને
નઇતર ફરી ભૂલી જશો.

– પ્રદીપ શાયર

Kite flying day

ઉડે છે આસમાને કંઈક ખ્વાબ ઊંચા
જે ઢીલ દેતા ઘણા ઊંચા જાય છે
સપનાઓ પતંગ બની આસમાન ને અડે છે
ફરી પવન ફૂંકાતા એ ઊંચે સુધી ચગે છે.

હું રાહ જોઉં છું અગાસી પર તેમની
આ પતંગ ને પણ ક્યારે ઢીલ આપે
અને આ પતંગ નો દોર એટલો મજબૂત છે
કોઈના કાપ્યે કપાશે નઈ ને કોઈના તોડવા થી તુટસે નઈ.

લાગ્યા તો દિલ ના પેચ છે સામસામે
હવે નીચું ઉતરાય એમ નથી
શુ કરવું અમારે આ દોર ના એવા
ઘા વાગ્યાં કે સંક્રાંત પછી પણ રૂઝાય તેમ નથી.

– પ્રદીપ શાયર

ધબકારા વધી જાય છે.


યાદો માં ખોવાયેલા મનને પાછું વાળવું પડશે
હવે, આમ નિરાશા માં કેમ જીવવું પડશે
મને યાદ આવો છો તમે હરવખત
મારે તમારો ઊંડો અભ્યાસ કરવો પડશે.
રિલેશનશિપ બનાવી રાખવું ઘણું અઘરું છે
પરંતુ શીખી જશું તમારા જેવાનો જો સાથ છે
કેમ સરળ છો તમે? જોઈને જ પ્રેમ થઈ જાય
આવી મૈત્રી માં પણ મરવા તૈયાર છે.
જુદાઈ સહન નથી થતી કોઈ વાતે અમને
રિલેશનશિપ માં આવ્યા પછી વધારે યાદ આવે છે
ક્યારેય પણ રિસાતા નઈ અમારા થી તમે
તમને વ્યાકુળ જોઈ અમારા ધબકારા વધી જાય છે.

– પ્રદીપ શાયર

Hindi poetry

ग़ज़ल
लिखें है गम खून की शाही से
लोग समझ रहे है मामूली अशआर !
जैसे जिया है, जिंदगी को हमने
उस अंदाज़ से लिख रहे है अशआर!
न कोई मिला हमको समझ ने वाला
इस तड़प मे लिख रहे है अशआर!
न मिलो हमें यूँ रेहमत से तुम
मेरी जिंदगी है अल्फाज़ो के अशआर!
बिछड़ के जाना है एक दिन “प्रदीप “
कुछ तो लिखें होंगे बेहतरीन अशआर!

– प्रदीप शायर


Note: ” अशआर ” मतलब  ( शेर, शायरी )

Poetry

ગઝલ

રહુ છું હરફકત ચિંતા માં, મને મારાં ગમ ખાય જાય છે
હું ખીલખીલાટ તો ચહેરો આજે સાવ મૌન રહુ છું

શું ખબર એ ઘડનાર ની હું પોતે શેનો ઘડેલો છું
હું બરાબરી નથી કરતો દુનિયા થી બસ, કંઈક શીખતો રહું છું

પ્રેમ અધૂરો, મારું જીવન અધૂરું અધૂરું ઘણું છે મારી પાસે
રહુ છું એક તલાશ માં “પ્રદીપ” કે સાવ એકલો રહુ છું

જીવન છે ઉતાર ચડાવ આવ્યા રાખતા હોય છે આપણામાં
હું હરદમ બધા ને ખુશ રાખવામાં કાયમ મૂંઝવણ માં રહુ છું


– ✍️ – પ્રદીપ શાયર


Poetry

ગઝલ

રહુ છું હરફકત ચિંતા માં, મને મારાં ગમ ખાય જાય છે
હું ખીલખીલાટ તો ચહેરો આજે સાવ મૌન રહુ છું

શું ખબર એ ઘડનાર ની હું પોતે શેનો ઘડેલો છું
હું બરાબરી નથી કરતો દુનિયા થી બસ, કંઈક શીખતો રહું છું

પ્રેમ અધૂરો, મારું જીવન અધૂરું અધૂરું ઘણું છે મારી પાસે
રહુ છું એક તલાશ માં “પ્રદીપ” કે સાવ એકલો રહુ છું

જીવન છે ઉતાર ચડાવ આવ્યા રાખતા હોય છે આપણામાં
હું હરદમ બધા ને ખુશ રાખવામાં કાયમ મૂંઝવણ માં રહુ છું


– ✍️ – પ્રદીપ શાયર




Design a site like this with WordPress.com
Get started